Traffic Tail

મહુવા તાલુકા ચૌધરી સમાજ દ્વારા પ્રા.શાળા ના બાળકોને સ્કૂલબેગ તેમજ નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો

SHARE:

મહુવા તાલુકા ચૌધરી સમાજ દ્વારા પ્રા.શાળા ના બાળકોને સ્કૂલબેગ તેમજ નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો

 

મહુવા તાલુકાની ડુંગરી ગામની આંબાવાડી ફળિયાની ધોરણ ૧ થી ૫ ની વર્ગ પ્રાથમિક શાળાના તમામ બાળકોને મહુવા તાલુકા ચૌધરી સમાજ દ્વારા સ્કૂલ બેગ તેમજ નોટબુકની ભેટ આપવામાં આવી હતી. મહુવા તાલુકા ચૌધરી સમાજ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગ તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખશ્રી નરેનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આ વર્ષથી સામાજીક પ્રવૃતિઓ સાથે શાળા ઉપયોગી પ્રવૃતિઓની શરૂઆત સમાજ દ્વારા કરવામાં આવી છે અને હવેથી દર વર્ષે મહુવા તાલુકા ચૌધરી સમાજની વસ્તી ધરાવતા તમામ ગામોની એક એક પ્રાથમિક શાળાના બાળકો ને તબક્કા વાર સ્કૂલબેગ તેમજ નોટબુક વિતરણ કરવામાં આવશે. જેથી કરીને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકાય અને બાળકોને શિક્ષણ મેળવવા માટે પડતી આર્થિક મુશ્કેલીઓ દૂર કરી શકાય. આ પ્રસંગે ડુંગરી ગામના ઉપ સરપંચ નિલેશભાઈ ચૌધરી મહુવા તાલુકા ચૌધરી સમાજના મંત્રી મનહરભાઈ ચૌધરી અને ચૌધરી સમાજના યુવા આગેવાન ભાવિન ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી સરોજબેન દ્વારા મહુવા તાલુકા ચૌધરી સમાજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામા આવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!