Traffic Tail

જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ ૨૦૨૫ અંગેની બેઠક યોજાઈ

SHARE:

જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ ૨૦૨૫ અંગેની બેઠક યોજાઈ

મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી સરકારી શાળાઓને સુસજ્જ બનાવી બાળકોને સર્વોત્તમ શિક્ષણની ભેટ આપવા અધિકારી/પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું

જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ ૨૦૨૫ અંગેની બેઠક યોજાઇ હતી. આ વર્ષે ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ સાથે તા.૨૬,૨૭ અને ૨૮ જૂને રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ સરકારી શાળાઓને સુસજ્જ બનાવી બાળકોને સર્વોત્તમ શિક્ષણની ભેટ આપવા અધિકારી/

પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. દરેક બાળકને શિક્ષણની સમાન તક મળે તે ઉદ્દેશથી રાજ્યભરમાં વર્ષ ૨૦૦૩થી ઉજવાતા શાળા પ્રવેશોત્સવમાં આ વર્ષે ધોરણ ૮ પછીના માધ્યમિક તેમજ ધો.૧૦ બાદના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણને પ્રાધાન્ય આપવા ભારપૂર્વક જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશી અભિગમને વધાવી તેમણે કહ્યું કે, રાજ્યભરમાં છેલ્લા ૨૨ વર્ષોથી સફળ રીતે શાળા પ્રવેશોત્સ યોજવામાં આવે છે. જેના કારણે દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે શાળાનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઓછો થયો છે. તેમજ વિવિધ સ્કોલરશીપ અને યોજનાઓને કારણે ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. બાળકોના ઉજ્જવળ ભાવિની તૈયારી સમા શાળા પ્રવેશોત્સવ થકી તેમણે બાળકોને સર્વશ્રેષ્ઠ શિક્ષણ અને શૈક્ષણિક સુવિધાઓ આપવા હિમાયત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, પોલીસ જિલ્લા અધિક્ષકશ્રી હિતેષ જોયસર, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, શિક્ષણ નિરીક્ષક સંગીતાબેન મિસ્ત્રી, શિક્ષણ વિભાગના વજેસિંહ વસાવા, સહિતના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!