ભગવાનપુરા ગામની સીમમાં કાર રોડની સાઈડમાં ઉતરતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત.

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ફોર વિલર કાર GJ.19.BA 8004 અનાવલ તરફથી મહુવા તરફ જઈ રહી હતી તે અરસામાં ભગવાન પુરા ગામની સીમમાં કાર અચાનક રોડની સાઈડમાં ઉતરી જતા કાર નાળાના કોન્ક્રીટની પાળી સાથે ધડાકા ભેર અથડાઈ હતી.અકસ્માત ની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી 108 ને જાણ કરાઈ હતી 108 ઘટના સ્થળે પહોંચે તે પહેલાં ચાલકનું
મોત નીપજ્યું હતું.કારમાં એર બેગ તો ખુલી ગઈ છતાં પણ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલકનો બચાવ થઈ શક્યો ના હતો.ચાલક બળવંતભાઈ ડાહ્યાભાઈ આહીર ઉ.વ.આ.49 રહે હળદવા આહીર ફળિયું તા.મહુવા જી.સુરત નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત ની જાણ મહુવા પોલીસ ને કરાતા મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ નો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






