આદિજાતિના ૧૮ થી ૫૫ વર્ષની વયજુથના યોગ્ય આદિજાતિ માપદંડ ધરાવતા લોકો માટે સ્વરોજગારી ની સુવર્ણ તક.
આદિજાતિના લોકોને પગભર કરતી રાજ્ય સરકારની સ્વરોજગરી યોજના: વિવિધ ૮૬ રોજગાર-ધંધા માટે વાર્ષિક ૪ ટકાના દરે રૂા.૫૦ હજારથી ૫ લાખ સુધી ધિરાણ
૧૮થી ૫૫ વર્ષની વયજૂથના યોગ્ય માપદંડ ધરાવતા આદિજાતિના લોકો માટે સ્વરોજગારીની સુવર્ણ તક
ગુજરાત રાજયના આદિજાતિના લોકો પગભર થાય તે હેતુથી રાજ્ય સરજરની સ્વરોજગારી યોજના અમલમાં છે. જે હેઠળ તબેલો, ટ્રેક્ટર, કાપડની દુકાન, મંડપ ડેકોરેશન, કરીયાણાની દુકાન, સેટીંગના સાધનો, ડી.જે જેવા વિવિધ ૮૬ રોજગાર-ધંધા માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજ દરે રૂા.૫૦ હજારથી રૂા.૫ લાખ સુધીની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે. આ લોન નિયત કરેલા હપ્તાઓમાં ભરપાઈ કરવાની હોય છે.
જે-તે હેતુ માટે નિયત કરેલો અનુભવ ધરાવતા રૂ. ૬ લાખ સુધીની આવક મયાદા વાળા ૧૮થી ૫૫ વર્ષની વયજૂથના આદિજાતિના લોકો અ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ પર અથવા માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે.






