ડુંગરી ગામે ટ્રેક્ટર ખેતરમાં ખેડી રહ્યું હતું સામે લાઈટ પડતા જ કદાવર દીપડો પછી જે થયું તે જાણવા વાંચો આ અહેવાલ….
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ડુંગરી ગામે કણબી વાડ ફળિયા પાછળ આવેલ દિલીપભાઈ ડાહ્યાભાઈ પટેલના ખેતરમાં ગત રાત્રી દરમિયાન ટ્રેક્ટર દ્વારા ખેડકામ ચાલી રહ્યું હતુ.તે દરમિયાન અચાનક એક કદાવર દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો અને ખેતરની પાળ પર બેસી આરામ ફરમાવી રહ્યો હતો જે જોઈ ખેડૂત સહિત ટ્રેક્ટર ચાલક ભયભીત બની ગયા હતા.ટ્રેક્ટર ચાલક દ્વારા દીપડાને ત્યાંથી ભગાવવા ટ્રેક્ટર રેસ કરી અવાજ કર્યો હતો છતાં પણ દીપડો ત્યાંથી હલ્યો ન હતો અને થોડી મિનિટો સુધી ત્યાં જ બેસી આરામ ફરમાવી ત્યાંથી નજીકના ખેતરમાં પલાયન થઈ ગયો હતો.
આ ઉપરાંત ડુંગરી આંબા વાળી ફળિયામાં દીપડો ઘણા દિવસથી આવી મરઘાનો શિકાર કરી સ્થાનિકોને ભયભીત કરી મૂકયા છે.જે અંગે સ્થાનિકો દ્વારા ડુંગરી ગ્રામપંચાયત સત્તાધીશોને જાણ કરાતા તેમણે ગ્રામપંચાયતના લેટરપેડ પર લખી મહુવા વન વિભાગના અધિકારીઓને જાણ કરી ડુંગરી ગામે પાંજરૂ મુકવા અવારનવાર બે વાર રજુઆત કરી છતા પણ આજદિન સુધી પાંજરૂ મુકવામાં આવ્યું નથી જેને લઈ ગ્રામજનોમા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.






