Traffic Tail

બારડોલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે સુરત બેંક ઓફ બરોડાની ડિસ્ટ્રિક્ટ રિજિયોન કચેરી દ્વારા બાઇક રેલી યોજાઈ.

SHARE:

બારડોલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે સુરત બેંક ઓફ બરોડાની ડિસ્ટ્રિક્ટ રિજિયોન કચેરી દ્વારા બાઇક રેલી યોજાઈઃ

બાઇક રેલીના માધ્યમથી પ્લાસ્ટિક પ્રદુષણને હરાવવાનો સંદેશો આપવામાં આવ્યો.


વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે સુરત બેંક ઓફ બરોડાની ડિસ્ટ્રિક્ટ રિજિયોન દ્વારા બારડોલી ખાતે બાઇક રેલી યોજાઈ હતી. આ બાઈક રેલીનું બેંક ઓફ બરોડાના રિજિયોનલ હેડ શ્રી આદર્શ કુમાર અને બારડોલી મામલતદાર શ્રી મેહુલ પટેલે લીલી ઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું. બારડોલી નગરમાં વિવિધ જગ્યાએ બાઇક રેલીના માધ્યમથી પ્લાસ્ટિક પ્રદુષણને હરાવીએના મેસેજ સાથે વિધા ભારતી કેમ્પસ ઉમરાખ ખાતે બાઇક રેલીનું સમાપન થયું હતું.
આ અવસરે બેંકના રિજનલ હેડ શ્રી આદર્શ કુમારે જણાવ્યું હતું કે, આપણા દેશને ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચાવવા માટે પ્લાસ્ટિકના ઉપયોગને અંકુશિત કરવાની સાથે વધુમાં વધુ વૃક્ષો ઉછેરવાની અપીલ કરી હતી તથા પ્લાસ્ટિક પ્રોડક્ટની ગ્લોબલ ઇફેક્ટ વિશે સમજાવ્યું હતું.
આ પ્રસંગે મામલતદાર શ્રીએ પણ પ્લાસ્ટિકના ગેરલાભો જણાવી તેના ઉપયોગને સીમિત કરવા જણાવ્યું હતું. વિધા ભારતી કેમ્પસના પ્રિન્સિપાલ ડો.પિયુષ જૈને જણાવ્યું હતું કે, બેંક અને સરકાર દ્વારા આ પ્રકારની જાગૃતિના કાર્યક્રમોથી લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગેરલાભોની જાણકારી મળવાની સાથે લોકો પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડે તેવો અનુરોધ કર્યો હતો.
આ સાથે વિધા ભારતી કેમ્પસ ઉમરાખ અને આરએનજી પીટી કોલેજ તાજપોર ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી અને વિધા ભારતી કેમ્પસ ઉમરાખ કોલેજ તથા આરએનજીપીટી કોલેજના ટોપ ત્રણ ત્રણ વિધાર્થીઓને બેંક ઓફ બરોડા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી વિરેન્દ્રભાઈ, શ્રી રાણાજી તથા આર. એન. જી. પી.ટી કોલેજ તાજપોરના ડો. લતેસ ચૌધરી, શ્રી અંકિત જોશી તથા લીડ બેંક મેનેજર સુરત શ્રી અનવર મલિક અને બેંકની વિવિધ શાખાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!