Traffic Tail

કરચેલીયા પેટ્રોલપંપ નજીક રોડ પર માટીના ઢગલા પર બે થી ત્રણ બાઇકને અકસ્માત નડતા પોલીસ ઘટના સ્થળે.

SHARE:

કરચેલીયા પેટ્રોલપંપ નજીક રોડ પર માટીના ઢગલા પર બે થી ત્રણ બાઇકને અકસ્માત નડતા પોલીસ ઘટના સ્થળે.


સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કરચેલીયા પેટ્રોલપંપ નજીક હાલમાં ચાલી રહેલા અદાણી ગેસ લાઈન ના કામકાજ ખોદેલ માટી મેઇન હાઇવે પર ઠાલવી દઈ રાત્રી દરમ્યાન કોઈપણ રીફલેક્ટ બોર્ડ કે આડ્સ નહિ મૂકતા રાત્રી દરમ્યાન બે થી ત્રણ જેટલા મોટર સાયકલ ચાલકોની મોટર સાયકલ માટી ના ઢગલા પર ચઢી જતા આક્રોશ ફેલાઇ જવા પામ્યો હતો જોકે અકસ્માતમાં પ્રાથમિક જાણકારી મુજબ કોઈપણ જાનહાની ના સમાચાર જાણવા મળ્યા નથી.ઘટનાની જાણ મહુવા પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.મહુવા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી માટીને સાઈડ પર ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!