વહેવલ ગામે તાડ ના ઝાડ પરથી નીચે પડતા 45 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત.
સુરત,મહુવા:-પોલીસ સૂત્ર પાસેથી.મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના અનાવલ આઉટ પોસ્ટ હદ વિસ્તારમાં લાગતા વહેવલ સેવાપુરી ફળિયા ખાતે રહેતા 45 વર્ષીય અર્જુનભાઈ મગનભાઈ પટેલ જેઓ પોતાના જ ઘર નજીક આવેલ તાડ ના ઝાડ પર તાડફડી પાડવા માટે ચઢેલ હતા તે વખતે આકસ્મિક રીતે તાડ ના ઝાડ ઉપરથી નીચે જમીન પર પડી જતા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે અનાવલ ની સરકારી દવાખાને લઈ જવાયા હતા ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે મહુવા પોલીસને જાણ કરાતા મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






