Traffic Tail

મહુવા તાલુકામાં વરસાદી માહોલથી ઠેરઠેર નુકશાન શેખપુર ગામે વાવાઝોડાની અસર.

SHARE:

મહુવા તાલુકામાં વરસાદી માહોલથી ઠેરઠેર નુકશાન શેખપુર ગામે વાવાઝોડાની અસર.

સુરત,મહુવા:-પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ગામોમાં ગત રાત્રી દરમિયાન ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વર્ષયો હતો.જેને લઈ શાકભાજી, ડાંગર ઉપરાંત કેરી પકવતા ખેડૂતોએ ભારે નુકશાની વેઠવાની નોબત આવી હતી.તો બીજીબાજુ આ ભારે પવન સાથે વર્ષેલ વરસાદમા શેખપુર ગામના મહેશભાઈ સુમનભાઈ પટેલના ઘર પર ઝાડ પડતા ઘરને મોટી નુકશાની પહોંચી હતી.જ્યારે અન્ય

બનાવમાં શેખપુર ગામે જ રહેતા નયનાબેન હરસિંગભાઈ ચૌધરીના નળિયા અને દિવાલને મોટું નુકશાન પહોંચયુ હતુ.આ ઉપરાંત તાલુકાના અંધાત્રી ગામે રહેતા હરિસિંહ અમરસિંહ ચૌધરીના ઘરના સિમેન્ટના પતરા ભારે પવનમાં ઉડી જતા તેમને પણ મોટી નુકશાની વેઠવાની નોબત આવી હતી અને વરસાદી પાણી ઘરમાં ભરાયુ હતુ.ભારે પવન સાથે વર્ષેલ કમોસમી વરસાદને લઈ ગરીબ પરિવાર મુશ્કેલીમા મુકાઈ ગયો હતો.ગામના તલાટી કમ મંત્રી દ્વારા નુકશાની અંગેનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીમા જાણ કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!