મહુવા તાલુકાના 70 જેટલા ઈંટ ઉત્પાદકોની તૈયાર કાચી ઈંટ કમોસમી વરસાદમા ધોવાઈ ગઈ

મહુવા તાલુકામા છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના વર્ષી રહ્યો છે.ભર ઉનાળે લોકોને છત્રી અને રેઈનકોટ શોધવાની નોબત આવી હતી.ભારે પવન સાથે વર્ષેલ કમોસમી વરસાદના પરિણામે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.આ કમોસમી વરસાદમા શાકભાજી પકવતા ખેડૂતોએ પણ મોટી નુકશાની વેઠવાની નોબત આવી છે તો બીજી બાજુ ઈંટ ઉત્પાદકો પણ કમોસમી વરસાદને પરિણામે મુશ્કેલીમા મુકાઈ ગયા છે.મહુવા તાલુકાના 70 જેટલા ઈંટ ઉત્પાદકોની તૈયાર કાચી ઈંટ કમોસમી વરસાદમા ધોવાઈ ગઈ હતી.જેને લઈ ઈંટ ઉત્પાદકોએ મોટી નુકશાનીનો સામનો કરવો પડયો છે.70 જેટલા ઈંટ ઉત્પાદકોને અંદાજીત 30 લાખ રૂપિયાનુ નુકશાન થયુ છે જેને લઈ હાલ નાના ઈંટ ઉત્પાદકોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.સરકાર આ ઈંટ ઉત્પાદકોના વ્હારે આવી નુકશાનીનુ યોગ્ય વળતર જાહેર કરે એવી માંગ ઈંટ ઉત્પાદકો હાલ સેવી રહ્યા છે.



