મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ઓલણ નદીના પુલ પર અકસ્માત નોતરે એવું ગાબડું.

હવામાન વિભાગની આગાહીના પગલે ગતરાત્રી દરમ્યાન મહુવા તાલુકામાં સંધ્યા ટાઈમ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ધીમીધારે શરૂ થયેલા વરસાદે મધ્યરાત્રી દરમ્યાન પવન સાથે ગાજવીજના ધડકાભેર વરસાદે જોર પડકયું હતું.ધોધમાર વરસાદ ના પગલે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરના ઓલણ નદીના પુલ પર પાણીનો નિકાલ નહિ થતાં મસમોટું ગાબડું પડી ગયું હતું અને પુલ ઉપરથી માટી મેટર સહિતનું ધોવાણ થઈ ગાબડા માંથી નીચે સુધી બધું વહી જતાં પુલના ઉપરથી નીચે સુધી પોલમ પોલ જોવા
મળ્યું હતું.હાલ તો સ્થાનિકો દ્વારા ત્યાં આડ્સ મૂકી દેવામાં આવ્યું છે પરંતુ ભારે વાહનો પસાર થાય તો મોટો અકસ્માત સર્જાય એવીભીતિ સર્જાઈ રહી છે તો બીજી તરફ રાત્રી સમય દરમ્યાન બનેલ ઘટના બાદ પણ વહીવટ તંત્ર સમગ્ર મામલે અજાણ હોય જેથી સવાર ના 11 કલાક સુધીમાં કોઈ અધિકારી ફરક્યું સુધ્ધા નહિ ત્યારે હાલ મહુવા અનાવલ પર સ્ટેટ હાઇવે પર પુના વલવાડા વચ્ચે ઓલણ નદી પરના પુલ અજાણ્યા વાહનો માટે જોખમ ઉભું થવા પામ્યું છે.



