આજે નવતર પહેલ સાથે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને “સખી-સહેલી સંગે મતદાન” જાગૃતિ કાર્યક્રમનો શુભારંભ

SHARE:

આજે નવતર પહેલ સાથે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને “સખી-સહેલી સંગે મતદાન” જાગૃતિ કાર્યક્રમનો શુભારંભ
 
૧૦૦% મતદાન કરનાર મહિલા ગ્રામ સંગઠનોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરશે
 
સુરત જિલ્લાની તમામ આંગણવાડી કેંદ્રો ખાતે ગામની મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન અર્થે જાગૃત કરવામાં આવશેઃ
 
સખીમંડળોમાં જોડાયેલા ૧,૧૦,૦૦૦ બહેનો તેમના પરિવાર સાથે અચૂક મતદાન કરે તે માટે “સખી-સહેલી સંગે મતદાન” જાગૃતિ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે
  
      ભારતના ચૂંટણી પંચનુ સૂત્ર “No Voters to be left behind” નો હેતુ સિધ્ધ કરવા અર્થે હાલમાં Turnout Implementation Plan (TIP) અંતર્ગત વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વધુમાં વધુ મહિલા મતદારો દ્વારા મતદાન થાય એ ઇચ્છનીય છે.
જિલ્લા વહીવટી તંત્ર સુરતના નેજા હેઠળ સુરત જિલ્લાની તમામ આંગણવાડી કેંદ્રો ખાતે ગામની મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન અર્થે જાગૃતિ ફેલાવવા, નવ પરણિત મહિલાઓ દ્વારા અચૂક મતદાન, મતદાનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ “સખી-સહેલી સંગે મતદાન” કરે, મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા, મતદાન મથકે મોબાઇલ પ્રતિબંધિત વગેરે જાગૃતિ અને જાણકારી આપવાના આશયથી તા.૧૮-૦૪-૨૦૨૪ થી તા.૨૦-૦૪-૨૦૨૪ દરમ્યાન ગામની મહિલાઓને એકત્રિત કરી માહિતગાર કરવામાં આવશે. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને આવતીકાલ તા.૧૮મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે મહાદેવશાસ્ત્રી વિધાલય ખાતે “સખી-સહેલી સંગે મતદાન” જાગૃતિ કાર્યક્રમનો શુભારંભ થશે.
વધુમાં સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવ તાલુકાઓમાં કુલ ૧૦,૦૦૦થી વધુ સખીમંડળોમાં ૧,૧૦,૦૦૦થી વધુ બહેનો જોડાયેલા છે. તે બહેનોને આગામી લોકશાહીના પાવન અવસરરૂપી ચૂંટણીમાં મહિલા મતદારો ઉત્સાહપૂર્વક તેમની ભાગીદારી બહોળા પ્રમાણમાં નોંધાવે તે હેતુથી જાગૃતતા વધારવા અને દરેક મહિલા મતદાતા મતદાન બુથ સુધી પહોચીને સહપરિવાર મતદાન કરે એ માટે “સખી સહેલી સંગે મતદાન અભિયાન”માં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. દરેક ગ્રામ સંગઠનમાં આશરે ૧૦૦ બહેનો સભ્ય હોય છે. જે ગ્રામ સંગઠનના તમામ બહેનો ૧૦૦% મતદાન કરશે તેમની ચકાસણી સબંધિત ગામના ક્લસ્ટર કો- ઓર્ડીનેટર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ તેમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રશસ્તિ પત્ર પ્રદાન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!