મધર ઇન્ડિયા ફિલ્મમાં નરગીસના ડમી તરીકે ફિલ્મમાં કામ કરનાર ભીખીબેનનું 79 વર્ષની વયે નિધન.

SHARE:

મધર ઇન્ડિયા ફિલ્મમાં નરગીસના ડમી તરીકે ફિલ્મમાં કામ કરનાર ભીખીબેનનું 79 વર્ષની વયે નિધન.

ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું ફિલ્મનું શુટિંગ1957માં થયું હતું.જેમાં મહુવા તાલુકાના ઉમરા ગામના વતની અને ફિલ્મમાં નરગિસના ડમી તરીકે ફિલ્મમાં કામ કરનાર ભીખીબેન ભાણા ભાઈ નાયકા કે જેઓ મહુવા તાલુકાના મધર ઇન્ડિયા તરીકે ઓળખાતા હતા.મધર ઇન્ડિયા ફિલ્મના શુટિંગ સમયે તેઓની ઉમર 15 થી 17 વર્ષની હતી.ગામમાં જ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ફિલ્મમાં આગના દ્રશ્યોના શુટિંગ સમયે અભિનેત્રી નરગિસ દત્ત આગમાં દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી ફિલ્મના નિર્માતા મહેબૂબે નરગિસ જેવો ચહેરો હોય તેવી ગામની બહેનોને શુટિંગ માં લેવાની વાત કરી હતી.ઉમરા અને આસપાસના ગામની ચાલીસેક છોકરીઓમાંથી ઉમારાના ભીખીબેનની પસંદગી કરવામાં આવી હતી.ફિલ્મમાં લગ્નના પ્રસંગમાં નરગિસની માતાની ભૂમિકા પણ ભીખીબહેને બખૂબી નિભાવી હતી.અને ભીખીબહેન ધોરણ 6 સુધી ભણ્યા હતા પરંતુ ફિલ્મમાં એમનામાં રહેલી કળાને ખુબજ સુંદર રીતે નિભાવી હતી.જેઓ છેલ્લા કેટલા સમયથી બીમારી બાદ તા.15 એપ્રિલના રોજ નિધન થયું છે તેમની અંતિમક્રિયા તા.16.04.2024 ના રોજ કરવામાં આવી હતી.ત્યારે મહુવા તાલુકાનું ફિલ્મ જગતમાં નામના મેળવનાર મધર ઇન્ડિયા નરગિસ ના ડમી કલાકાર ભીખીબેન પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!