જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સાર્થક યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે ચોર્યાસી તાલુકાના લાજપોર ગામે ‘કાનૂની શિક્ષણ શિબિર’ યોજાઈ

SHARE:

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સાર્થક યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે ચોર્યાસી તાલુકાના લાજપોર ગામે ‘કાનૂની શિક્ષણ શિબિર’ યોજાઈ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ સી.આર મોદીના માર્ગદર્શન હેઠળ સાર્થક યુવા મંડળ અને પ્રથમ એનજીઓના સંયુક્ત ઉપક્રમે લાજપોરના પટેલ ફળિયા સ્થિત પ્રાથમિક શાળામાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી, જેમાં શાળાના બાળકોને આત્મરક્ષા, સાઇબર, અને બાળ સુરક્ષા વિષય પર માર્ગદર્શન અપાયું હતું.
આ કાર્યક્રમમાં પીએલવી અને પૂર્વ રાષ્ટ્રીય યુવા સેવાકર્મી દીપક જાયસવાલ દ્વારા
બાળકોને મોબાઇલના દુરુપયોગને કારણે વધી રહેલા સાઇબર ક્રાઇમ સહિતના અપરાધો વિષે સમજ આપી જાગૃતતા અને સાવચેતી કેળવી જવાબદારી પૂર્વક તેનો ઉપયોગ કરવા જણાવાયું હતું. પ્રથમ સંસ્થાના પ્રતિનિધિ દ્વારા ગુડ ટચ બેડ ટચ વિષે, સચિન પોલીસ સ્ટેશનની શી ટીમના સબ ઇન્સ્પેક્ટર સુનિતા સિંહે પોલીસની કામગીરી, હોમગાર્ડના પ્રકાશ મૌર્ય દ્વારા આત્મરક્ષા પદ્ધતિ, જિલ્લા બાળ સુરક્ષા એકમના દર્શના ચૌધરી દ્વારા પાલક માતા પિતા જેવી બાળ કલ્યાણકારી યોજનાઓ વિશે સમજણ આપી હતી. સાથે જ આ વિષેની યોગ્ય માહિતી ધરાવતા પેમ્પલેટનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય રીટા પટેલ, નિલેશ પટેલ બાળ સુરક્ષા એકમના પ્રજ્ઞા પટેલ સહિત શાળાનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!