૧૬૯-બારડોલી વિધાનસભામાં આવતી કડોદરાની પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમી. ખાતે મતદાન જાગૃતિ માટે બેઠક યોજાઈ

SHARE:

૧૬૯-બારડોલી વિધાનસભામાં આવતી કડોદરાની પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમી. ખાતે મતદાન જાગૃતિ માટે બેઠક યોજાઈ
 
ઓછા મતદાનના વિસ્તારમાં તેમજ સ્ત્રી અને પુરુષ મતદારોની મતદાન ટકાવારીમાં વધુ તફાવત હોય તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાન પ્રબળ બનાવવા વિચારમંથન
 
ચૂંટણીના દિવસે સવેતન જાહેર કરી મહત્તમ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાનો અનુરોધ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત કડોદરાની પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમી. ખાતે ૧૬૯-બારડોલી વિધાનસભાના બીએલઓ(બુથ લેવલ ઓફિસર્સ) સાથે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ હતી. મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે તે હેતુસર ટર્નઆઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP)ના નોડલ ઓફિસર અને ડે.મ્યુનિ.કમિશનર ડો.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં કડોદરા જી.આઈ.ડી.સી.ના આશરે ૬૦થી વધુ સંસ્થાઓ/કંપનીઓ/પેઢીઓ/યુનિયનના આગેવાનો હાજર રહ્યાં હતા.
બેઠકમાં આસિ.મ્યુનિ.કમિશ્નરશ્રી અને નોડલ ઓફિસર(સ્વિપ)શ્રી અજય એચ.ભટ્ટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તમામ બીએલોને વધુમાં વધુ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી. સાથે જ ચૂંટણીના દિવસે સવેતન જાહેર કરવા અંગેની કાનુની જોગવાઈઓનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
વધુમાં, લેબર વિભાગ, ડે.કમિશનર શ્રી એમ.સી.કારીયા, ગવર્નમેન્ટ લેબર ઓફિસરશ્રી આર.એસ.ગામીત, ડે.ડાયરેક્ટર (ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ) શ્રી કે.એ.રાવત દ્વારા ભૂતકાળમાં ઓછું મતદાન નોંધાયેલા તેમજ જયાં સ્ત્રી અને પુરુષ મતદારોની મતદાનની ટકાવારીમાં મોટો તફાવત હોય તેવા મતદાન મથકો પર જનજાગૃતિ લાવવા તેમજ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરાયો હતો. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!