સુરત જિલ્લામાં ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા શાળાના વિદ્યાર્થીઓને સંકલ્પપત્રોનું વિતરણ

SHARE:

સુરત જિલ્લામાં ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા શાળાના વિદ્યાર્થીઓને સંકલ્પપત્રોનું વિતરણ
 
વિદ્યાર્થીઓ વાલીઓને અચૂક મતદાન કરવા માટે લેવડાવી રહ્યા છે સંકલ્પ: ખાસ કરીને માતાઓ મતદાન માટે ‘સંકલ્પબદ્ધ’ થશે
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP) અંતર્ગત સુરત જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગીદારીતા વધારવા તેમજ ‘No Voters to be left behind’ નો હેતુ સિદ્ધ કરવા અર્થે જિલ્લામાં વિવિધ પ્રકારનાં મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો થકી વાલીઓને મતદાન માટે સંકલ્પબદ્ધ કરવા માટે ‘હું વોટ કરીશ’નાં સંકલ્પપત્રો ભરાવવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ વાલીઓને અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવી રહ્યા છે.
શાળાના વિદ્યાર્થીઓ મારફતે પરિવારના તમામ સભ્યો સુધી ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા અને મહિલા મતદાન અચૂક કરે તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને સંકલ્પપત્રો આપવામાં આવે છે. જેથી બાળકનો પરિવાર અને ખાસ કરીને ઘરની મહિલા-માતા મતદાન માટે સંકલ્પબદ્ધ બને. અને વધુમાં વધુ મહિલાઓ મતદાનમાં ભાગીદારી નોંધાવે. વિદ્યાર્થીઓને શાળામાં “હું અવશ્ય મતદાન કરીશ” એવા સૂત્ર સાથેના સંકલ્પપત્રો આપી તેમાં વાલીની સહી લઇ/લેવડાવીને પરત મેળવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભાવિ મતદાર સમા બાળકો અને તેમના વાલીઓને મતદાનની નૈતિક ફરજ માટે જાગૃત કરવાનો છે જેથી લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત અને સફળ બનાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!