મહુવા તાલુકાના અનાવલ ગામના સરપંચશ્રીના આઇ ડી બનાવી દુરુપયોગ કરી છેતરપિંડી કરવાના આક્ષેપ સાથે અનાવલ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મહુવા પોલીસ ને લેખિત ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના અનાવલ ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મહુવા પોલીસને કરેલ લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત આઇ ડી પાસવર્ડ બનાવવાના હોય,રજીસ્ટ્રેશન કરાવવાનું હોય રજીસ્ટ્રેશન સીએસી સેન્ટરમાં કરાવવાનું હોય તેઓ કરવા ગયા ત્યાં તપાસ કરતા ખબર પડી કે અનાવલ ના સરપંચ મંજુલાબેન પટેલનું પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ થઈ ગયેલ છે.તો તપાસ કરતા મોબાઈલ નંબર જે એક્ટિવ છે તે તપાસ કરતા મનોજભાઈ પરમાર પોતાની કે અન્ય વ્યક્તિઓ ના નામે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આઇડી પાસવર્ડ નું રજીસ્ટ્રેશન થયેલ છે જે એમની જાણ બહાર થયેલ છે.સરપંચશ્રી ની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત આઇડી પાસવર્ડ નો ખોટો ઉપયોગ કરીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હોય એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
હાલ તો આ બાબતે તપાસ થાય તો આ આઇડી ખોટી રીતે જો બનાવવામાં આવી હોય તો તેના નામે શું શું ધંધાઓ કરવામાં એ બહાર આવે તેમ છે ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે તો નિતનવા ભોપાળાં બહાર આવે તો નવાઈ નહી !





