શહેરમાં ચાલતા મસાજ પાર્લરના સંચાલકોએ જરૂરી વિગતો પોલીસ સ્ટેશનમાં રજૂ કરવી
શહેરમા ચાલતા સ્પા અને મસાજ પાર્લરની આડમા થતી ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે શહેરના I/C પોલીસ કમિશનરશ્રી વાંબાગ જામીરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ચાલતા સ્પા/મસાજ પાર્લરના સંચાલકોએ એકમ તથા માલિક/સંચાલકનું નામ, સરનામું, ટેલીફોન નં.,કર્મચારીઓની ફોટા સહિતની સંપુર્ણ વિગત, કર્મચારીઓ ભારતીય હોય તો તેઓનું હાલ અને મૂળ વતનનું સરનામું, ફોન નં. સહિતના ઓળખના પુરાવા, અને જો વિદેશી હોય તો પાસપોર્ટ તથા વિઝાની નકલ સાથેની તમામ વિગત, હાલનું સરનામું, ઘર તેમજ ઓફિસનો ફોન નં, માલિક/સંચાલક તેમજ કર્મચારીના ફોટા સાથે પોલીસ સ્ટેશનના સહી,સિક્કા અને તારીખ, સ્પા/મસાજપાર્લર ચલાવનારની અને કર્મચારીની સહી તેમજ સાક્ષીની સહી સાથેની સંપુર્ણ વિગત નિયત નિયમોને આધીન પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.





