લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
વિશ્રામગૃહ, ડાક બંગલા કે સરકારી રહેણાંકના ઉપયોગ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરશ્રીએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં આવેલા વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકનો ઉપયોગ સત્તા પક્ષના સભ્યો કે ઉમેદવારો દ્વારા એકહથ્થું અધિકારો ભોગવવા પર, સરકારી રહેણાંકનો ઉપયોગ પ્રચાર કચેરી કે ચૂંટણી વિષયક હેતુ માટે કરવા પર, રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મિટિંગ યોજવા પર, ચૂંટણી પ્રચાર માટે અતિથિગૃહમાં રોકાવવા આવેલા મહાનુભાવોને લાવવા લઈ જતા વાહનો સિવાય એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બેથી વધારે વાહનોને વિશ્રામ ગૃહના કમ્પાઉન્ડમાં રાખવા પર, એક વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવવા પર તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા સરકારી રહેણાંકમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૮/૫/૨૦૨૪ સુધી અમલ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





