સિટીલાઇટની લોકભારતી વિદ્યાલયમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

SHARE:

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
સિટીલાઇટની લોકભારતી વિદ્યાલયમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
 
સ્વિપના ભારૂપે મતદાન જાગૃતિ માટે યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ અંતર્ગત સુરત શહેરના સિટીલાઇટ સ્થિત એસ.એન.ગુપ્તા લોકભારતી વિદ્યાલયમાં ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ધો.૯ થી ૧૦ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં ત્રણ ટીમ રાખી ત્રણ રાઉન્ડ યોજાયા હતા, જેમાં પહેલા પાસિંગ રાઉન્ડ, બીજો ઓપ્શન રાઉન્ડ,ત્રીજો વન ટીમ આસ્ક અધર ટીમ એમ ત્રણ રાઉન્ડને સફળતાપુર્વક પુર્ણ કરી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ક્વિઝ રમ્યા હતા. આ પ્રવૃત્તિ વડે વિદ્યાર્થીઓમાં મતદાન વિશે જાગૃત થયા હતા. શિક્ષકોએ પણ ક્વિઝ સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!