નવી સિવિલ હોસ્પિટલ-સુરત ખાતે ‘ટી.બી સારવાર તાલીમ શિબિર’ યોજાઈ

SHARE:

નવી સિવિલ હોસ્પિટલ-સુરત ખાતે ‘ટી.બી સારવાર તાલીમ શિબિર’ યોજાઈ
 
૩૦૦ તબીબો અને નર્સિંગ સ્ટાફને ટી.બી નાબૂદી, તેના નિદાન અને સારવારની નવી પધ્ધતિઓ વિષે સમજણ અપાઈ
નવી સિવિલ હોસ્પિટલ-સુરતના ઓડિટોરિયમ હૉલ ખાતે ટીબી વિભાગ દ્વારા ટી.બી. વિભાગના વડા ડૉ. પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ ‘ટી.બી સારવાર તાલીમ શિબિર’ યોજાઈ હતી. વર્ષ ૨૦૨૫ સુધીમાં સમગ્ર દેશમાંથી ટીબી નાબૂદી અભિયાન હેઠળ યોજાયેલી તાલીમમાં ૩૦૦ જેટલા તબીબો અને નર્સિંગ સ્ટાફે ભાગ લીધો હતો.
શિબિરમાં વિવિધ નિષ્ણાંતોએ ટીબી રોગ અને તેની સારવાર માટેની વિશેષ અદ્યતન પદ્ધતિઓ, નવી ટેકનોલોજી, દવાના સંશોધનો તેમજ ટીબીની સારવારમાં આવતા વિવિધ પડકારો વિષે ચર્ચા કરી ટીબીના યોગ્ય નિદાન અને સચોટ સારવાર અંગેની સમજણ પૂરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલ ૮૦૦૦ જેટલા ટીબીના દર્દીઓ હોઈ, આ શિબિર તાલીમાર્થી વિદ્યાર્થીઓને રિસર્ચ અને અભ્યાસ તેમજ નર્સિંગ સ્ટાફને દર્દીની ઉત્તમ સારવાર કરવામાં મદદરૂપ નીવડશે.
આ પ્રસંગે ટીબી વિભાગના પ્રાધ્યાપકો, સુરત જિલ્લા ટીબી ઓફિસર ડૉ.દિનેશ વસાવા, સહપ્રાદ્યાપકો, ફિઝિયોથેરાપી વિભાગના આચાર્ય ડૉ.મનમિત કૌર, નર્સિંગ કોલેજના આચાર્ય ડૉ. ઈન્દ્રાવતી રાવ, ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઑબ્ઝર્વર ડૉ.સી.બી. પટેલ, આર.એમ.ઓ ડૉ કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સહિત વિદ્યાર્થીઓ અને રેસિડન્ટ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!