સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત તા.૧૩મીએ સુરત ખાતે કાર્યક્રમ યોજાશે

SHARE:

સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત તા.૧૩મીએ સુરત ખાતે કાર્યક્રમ યોજાશે
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે
 
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહેશે
PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત આગામી તા.૧૩મીએ બપોરે ૩.૦૦ વાગ્યે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી અને પોરબંદરથી મુખ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલી જોડાઇ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યો અને પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ અંતર્ગત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NBCFDC), (2) નેશનલ શેડ્યુલ્ડ કાસ્ટ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSFDC) અને (3) નેશનલ સફાઇ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSKFOC) હેઠળના નિગમોના લાભાર્થીઓ તેમજ નમસ્તે (National Action For Machanised Sanitation Ecosystem NAMASTE) અને પીએમ દક્ષ (પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્ય સંપન્ન હિતાગ્રહી યોજના) સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આવરી લઇ તેમને લાભાન્વિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહાનુભાવો અને લાભાર્થીઓ વડાપ્રધાનશ્રીનું સંબોધન નિહાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!