સુરતના ભટારની પુરુષોત્તમનગર કો.ઓ. હાઉસીંગ સોસાયટી ફડચામાં
માંગણું નીકળતું હોય તેમણે બે માસમાં ફડચા અધિકારીનો પુરાવા સાથે રૂબરૂ સંપર્ક કરવો
સુરત જિલ્લાના મજુરા તાલુકાની ભટારની પુરુષોત્તમનગર કો.ઓ. હાઉસીંગ સોસાયટી લિ. વિભાગ-૫ને સહકારી મંડળીઓના સુરત જિલ્લા રજિસ્ટ્રારના હુકમથી તા.૧૨/૦૨/૨૦૨૪થી ફડચામાં લઈ જવામાં આવી છે. આ માટે ફડચા અધિકારીશ્રી એન.જે. કારેલીયા (સહકારી અધિકારી (ફડચા) એ/ ૧લો માળ, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ) ની નિમણૂંક કરવામાં આવી છે. તેમણે તા.૨૬ ફેબ્રુ.ના રોજથી ચાર્જ સંભાળી લીધો છે. આ સંસ્થા સાથે જેમને કોઈ લ્હેણું કે માંગણું નીકળતું હોય તેમણે બે માસમાં ફડચા અધિકારીનો રૂબરૂ સંપર્ક કરી પુરાવાઓ સહિત નોંધણી કરાવી લેવી. નિયત સમય વિત્યા બાદ પાછળથી કોઈ પણ નોંધણી કરવામાં આવશે નહિ અને મંડળીના ચોપડા મુજબ મંડળીને આટોપી લેવાની કાર્યવાહી કરવામાં આવશે એમ ફડચા અધિકારી એન.જે. કારેલીયાની યાદીમાં જણાવાયુ છે.





