દિશા ધોડિયા સમાજ ભવન વસરાઈ ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મહુવા તાલુકા આશ્રમશાળા પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
આશ્રમશાળા કરચલીઆ,પુના તથા વહેવલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા તારીખ 8મી માર્ચ,2024 ના રોજ આશ્રમશાળા પ્રીમિયર લીગ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં રહેલી વિશેષ શક્તિઓ ખીલે અને તેમના ભવિષ્યનો પથ તેમની વિશિષ્ટ શક્તિ દ્વારા કંડારાય તે હેતુસર વસરાઈ દિશા ફાઉન્ડેશનના ગ્રાઉન્ડ ઉપર કુલ નવ મેચ રમાડી વિદ્યાર્થીઓને મોજ કરાવી હતી.આ ટુર્નામેન્ટમાં આશ્રમશાળા કરચેલીઆ અને પુનાના વિદ્યાર્થીઓ સંયુક્ત ક્રમે ફાઇનલ મેચમાં વિજેતા જાહેર થયા હતા.
ફાઈનલ મેચમાં વિજેતા જાહેર થયેલ ટીમને તથા રનર્સઅપ ટીમને સુંદર ટ્રોફી ઇનામ તરીકે આપવામાં આવી હતી. સાથે સાથે બેસ્ટ પ્લેયર, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડરને પણ શીલ્ડ આપી સન્માનિત કર્યા હતા.





