વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે તા.૭મીએ બારડોલી તાલુકાના ઉમરાખ ખાતે મહિલા સંમેલન યોજાશે
ઉત્કૃષ્ટ કામગીરી કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવશે
મહિલા દિનની ઉજવણી આયોજન અર્થે નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
આગામી તા.૮મી માર્ચ- વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા તા.૭મી માર્ચના રોજ સવારે ૧૧.૦૦ વાગે જિલ્લાકક્ષાએ મહિલા દિન સંમેલન બારડોલી તાલુકાના વિદ્યાભારતી ટ્રસ્ટ-ઉમરાખ ખાતે યોજાશે. જેના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મહિલા સંમેલનમાં મહિલા ઉદ્યમીઓ, મહિલા સરપંચોનું સન્માન, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના બ્રાન્ડ એમ્બેસેડરોનું સન્માન, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવશે. તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનારી મહિલાઓનું સન્માન કરાશે. આ ઉપરાંત લીડ બેંક, પ્રોગ્રામ ઓફિસર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા શિક્ષણાધિકારી, રોજગાર અને પશુપાલનને લગતા વિવિધ યોજનાઓના સ્ટોલ પ્રદર્શિત કરાશે. જે અંગે બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી.
બેઠકમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી ગામીત, જિલ્લા શિક્ષણાધિકારી તથા અન્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





