ઉદવહન સિંચાઈ યોજના અંદાજિત 372.15 લાખના કામોનું લોકાપર્ણ કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા.

SHARE:

ઉદવહન સિંચાઈ યોજના અંદાજિત 372.15 લાખના કામોનું લોકાપર્ણ કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા.

મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અથાગ પ્રયત્નો થકી ખેડૂતો માટે સતત ચિંતિત એવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ મંજુર કરાવેલા અંદાજિત 372.15 લાખના ઉદવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહૂર્ત પણ જેમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેમના જ વરદ હસ્તે આજરોજ તા.02.03.2024 ના રોજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.જેમાં મહુવા તાલુકાના પુના ગામે 56.27 લાખ,કાછલ ગામે 29.89 લાખ જ્યારે વાલોડ તાલુકાના ડુમખલ ગામે 59.93 લાખ,બહેજ ગામે 131.97 લાખ જ્યારે બહેજ ગામે અન્ય એક 47.02 લાખના કામો મળી અંદાજિત 372.15 લાખના કામોનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ. પટેલ,તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,સરપંચો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!