સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં SQACઅને IQAC અંતર્ગત”‘મલ્ટીડિસિપ્લિનરી વિષયપર ઇન્ટરનેશનલકોન્ફરન્સ”યોજવામાં આવ્યો.

SHARE:

સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં SQACઅને IQAC અંતર્ગત”‘મલ્ટીડિસિપ્લિનરી વિષયપર ઇન્ટરનેશનલકોન્ફરન્સ”યોજવામાં આવ્યો.

20થીવધુરાજ્યમાંથી સંશોધકોની ઓનલાઈન અનેઓફલાઇન માધ્યમથી હાજરી,ત્રણથી વધુ દેશોમાંથી ઓનલાઇન મોડથી પાર્ટીસિપેટ, 200થીવધુ રિસર્ચ પેપર એકત્રિત થયા અને 550થીવધુ અધ્યાપકો અને સંશોધકોની કાર્યક્રમ માટે હાજરી અને બહોળો અનુભવ ધરાવતા તજજ્ઞશ્રીઓની ઉપસ્થિતિસાથે કોન્ફરન્સ યોજવામાં આવ્યો. દક્ષિણગુજરાતમાં આદિવાસીપટ્ટામાં પૂર્ણા નદી પાસે આવેલી અને વીરનર્મદસાઉથગુજરાત યુનિવર્સીટી, સુરત સાથે સંલગ્નતા ધરાવતી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનકૉલેજ કાછલમાં આજ રોજ તા.01/03/2024,શુક્રવારના રોજ અધ્યક્ષસ્થાને શ્રી ડૉ.કિશોરસિંહચાવડા (વાઇસચાન્સેલર,વીર નર્મદસાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત) અને ડો. ડી. આર. શાહ(વાઇસ ચાન્સેલર, ઉકા તરસાડીયાયુનિવર્સિટી, તરસાડી) સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ જાણીતી અને પ્રસિદ્ર એવી SQAC વિભાગ અને કોલેજમાં કાર્યરત IQAC સેલ અંતર્ગત શાસ્ત્ર, સાહિત્ય, વિજ્ઞાન,વાણિજ્ય અને સંચાલન,એકાઉન્ટન્સી, ઇતિહાસ વગેરે જેવા Multidisciplinary વિષયપર એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવામાં આવી .કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મેડમ (GES Class-1) અને IQAC કોર્ડિનેટર ડૉ.ગુંજનશાહ સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.

અધ્યક્ષશ્રી શ્રીડૉકિશોરસિંહ ચાવડા (વાઇસ ચાન્સેલર,VNSGU સુરત) સાહેબે વિડીયો મેસેજમાં શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યુંકે” આજના આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવાનું ભગીરથ કાર્ય કરવા બદલ કૉલેજના આચાર્યશ્રી ડૉ. હેતલએસ. ટંડેલ બહેનને અભિનંદન, કે જેઓ આ વિષય ક્ષેત્રમાં રસ લઈને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે. આદિવાસીનાઅંતરિયાળ વિસ્તારમાં આવેલી કોલેજમાં આ પ્રકારના કોન્ફરન્સ,પરિસંવાદ થવા એ કોલેજના આચાર્યશ્રી અને તમામ સ્ટાફમિત્રો ધન્યતાને પાત્ર છે.” ડૉ ડી, આર, શાહ વાઇસ ચાન્સેલર, ઉકાતરસાડીયા યુનિવર્સિટી,તરસાડી દ્વારા સંશોધકોને રીસર્ચસબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ તજજ્ઞ શ્રી ડૉ.ગુરુદત્તા જપ્પી (પ્રોફેસર,યુનિવર્સિટી ઓફ કોમર્સ,ગુજરાત યુનિવર્સિટી) સાહેબે””Recent and Future of Commerce Education in India” વિશે વક્તવ્ય રજૂ કર્યું. ઇથોપિયાથી પધારેલ એવા WOLLO યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર-તજજ્ઞશ્રી મૂલેઅ તારેકન સાહેબે”“AI in the Field of Audit and Finance” પર વક્તવ્ય રજૂ કર્યું. પ્રથમ બેઠકની અંતે સપ્તધારા કોર્ડિનેટરડૉ.ધ્વનિદેસાઇએ આભાર વિધિ કરતાં કોલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મેડમનો, IQAC સેલના કોર્ડિનેટરડૉ.ગુંજનશાહ, ડૉ.વિશાખાબેન મોદી, વગેરે સ્ટાફમિત્રોએ અને નામી અનામી તમામ વ્યક્તિઓનો આભાર માન્યો હતો. ભોજન વિરામ બાદ300 થીવધુ પ્રાપ્તસંશોધન પેપરોની કૂલ 9 થી વધુ ટ્રેકમાં વહેંચી એક તરફ ઓફલાઈન અને બીજી તરફ ઓનલાઈન મોડમાં તમામ પેપરોની પ્રસ્તુતિ ચેરપર્સનશ્રીઓની અધ્યક્ષતામાં લેવામાં આવ્યા હતાં. અંતમાં સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ બાદ રાષ્ટ્રગીત ગાઈ તમામ સંશોધકો છૂટા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!