તરકાણી પ્રાથમિક શાળાના બાળકો તાલુકા કક્ષાએ ઝલક્યા
અનાવલ :- જિલ્લા પંચાયત સુરત દ્વારા પ્રથમ સંત્રાત પરીક્ષાના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર સાંકરી ખાતે યોજાયો હતો.જેમાં મહુવા તાલુકાની તરકાણી પ્રાથમિક શાળા ના છ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.જેથી શાળાના બાળકો,વાલીઓ તેમજ ગ્રામજનો માં ખુશી ની લહેર ફેલાઇ જવા પામી હતી .મહુવા તાલુકામાં પ્રથમ નંબરે સુનિધિ પટેલ ધો ૪આયુષ પટેલ ધો.૭, દ્વિતિય ક્રમે ધ્રુવી પટેલ ધો.૮,તૃતીય ક્રમે તન્વી પટેલ ધો.૫,મેઘ પટેલ ધો.૬,દિશા પટેલ ધો.૭ માં વધુ ગુણ મેળવી તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કર્યું છે.શાળાના આચાર્ય શ્રીમતી ભાવિની પટેલે સૌ બાળકોને અને શિક્ષકો વાલીઓને અભિનદન પાઠવ્યા હતા





