વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના પુના ગામના ગ્રામવાસીઓ.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના પુના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેમા મળતા યોજનાકીય લાભોની માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ મહાનુભવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના, આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે બાંધકામ સમિતિના સભ્ય રાકેશ પટેલ, TDO પી.સી. માહલા, સરપંચ રેખાબેન પટેલ, THO મનોજભાઈ, મેડિકલ ઓફિસર હિમાંશુભાઈ, મુખ્ય સેવિકા હિરલબેન, પ્રાથમિક શાળાના આચાર્ય, ઉપસરપંચ ભાવેશભાઈ,ગામના સભ્ય અને આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





