પુલવામાં હુમલાની વરસી પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ઘડોઈ ગામે યોજાયો.
મહુવા તાલુકાના ઘડોઈ ગામે ભવાની માતાના મંદિરે પાસે પુલવામાં એટેકમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો હતો.પુલવામા આતંકવાદી હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો. આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાળા દિવસે, આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કાફલાને 200 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે નિશાન બનાવ્યું હતું. આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા, જ્યારે 35 ઘાયલ થયા હતા. CRPFના કાફલામાં 78 વાહનો હતા, જેમાં 2500થી વધુ જવાનો મુસાફરી કરી રહ્યા હતા.ત્યારે ભારત દેશ માટે ખુબજ દુઃખદ ઘટના હતી.શિહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મહુવા તાલુકાનું ઘડોઈ ગામ કે જ્યાં તા.14.02.2024 ને બુધવારના દીને રાત્રી ના 08.00 કલાકે દિવાઓ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.





