PM-KISAAN યોજના હેઠળ લાભાર્થીઓના E-KYC માટે તા.૨૧ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ
ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, PM કિસાન મોબાઈલ એપ કે આધાર OTPની મદદથી E-KYC કરી શકાશે
PM –KISAAN યોજનાનાં ૧૬માં હપ્તાનો લાભ લેવા લાભાર્થી ખેડૂતોએ આધારસીડીંગ અને E-KYC કરાવવું ફરજિયાત
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડુત ખાતેદારને કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અંતર્ગત લાભાર્થી ખેડુતોને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ફરજિયાત આધાર E-KYC કરવાનુ હોવાથી દેશભરમાં તા.૨૧ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનું આયોજન કરાયું છે.
તેથી જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી બાકી હોય તેમણે ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી/જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા, PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીના આધાર ઓટીપીના ઉપયોગથી તેમજ જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી ઈ-કેવાયસી કરી શકાશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સુરતની યાદીમાં જણાવાયું છે.





