૩૫ વર્ષથી સુરતમાં વસવાટ કરતા મુસ્લીમ બંધુ રશીદભાઈ ટાંકનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું

SHARE:

૩૫ વર્ષથી સુરતમાં વસવાટ કરતા મુસ્લીમ બંધુ રશીદભાઈ ટાંકનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું
 
આસપાસના વિસ્તારમાં ફલેટનો ભાવ ૩૦ થી ૩૫ લાખ છે, જ્યારે મને પી.એમ.આવાસ યોજનામાં રૂ.૫.૫૦ લાખમાં ફલેટ મળ્યો છેઃ રશીદભાઈ ટાંક
જનજન સુધી વિકાસ ફળો પહોચ તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાએ દેશના હજારો લોકોને માલિકીના મકાનના રૂપમાં છત્રછાયા આપી છે. જેના કારણે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકારિત થયું છે.
આજે વાત કરવી છે સુરતના જહાંગીરપુરામાં રહેતા ૫૦ વર્ષીય રશીદભાઇ હાસમભાઈ ટાંકની. જેમણે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે પોતાનું ઘરનું ઘર બનશે. મૂળ અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવના નાઝાપુર ગામના વતની અને વર્ષોથી સુરતમાં રહેતા રશીદભાઈ કહે છે કે, આ સરકારે પી.એમ. આવાસ યોજના હેઠળ અમને કાયમી રહેઠાણ પુરૂ પાડયું છે. જો આવી યોજના ન હોત તો અમારી જિંદગી ઘરના મકાન વિના પસાર થઈ જાત. હું સુરત શહેરમાં છેલ્લા ૩૫ વર્ષની રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું. ટુંકી આવકના કારણે ઘરના બે છેડા ભેગા કરતા દિવસો વિતાવ્યા છે. મિત્ર દ્વારા જાણવા મળતા જ મેં બેંકમાંથી ફોર્મ લાવીને ભર્યું. નિયત દિવસે ડ્રો થતા જહાંગીરપુરા જેવા સારા વિસ્તારમાં મને વન રૂમ કિચન સાથેનું મકાન મળ્યું છે. કોઈ પણ પ્રકારની લાગવગ વિના પારદર્શક રીતે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાન મળ્યું છે.
વધુમાં તેઓ કહે છે કે, સાતમા માળે ફલેટ લાગવાથી વર્ષોથી જોયેલુ સ્વપ્ન સાકાર થયું છે. પરિવારમાં પુત્ર અને પુત્રી છે. મારો ફલેટ ૩૬૫ સ્કે.ફુટ જેટલો છે. આસપાસના વિસ્તારમાં આવી જગ્યાનો ફલેટનો ભાવ ૩૦ થી ૩૫ લાખ જેટલો ઉચો છે. પણ મને સરકારે રૂ.૫.૫૦ લાખ જેવી નજીવી કિંમતે ફલેટ આપ્યો છે. એમાય પાછી લોન કરાવી છે. અહી આવાસમાં ગાર્ડન, ગેસ લાઈન, ફાયર, લિફ્ટ જેવી તમામ સુવિધાઓ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાડે રહેતા ત્યારે વારંવાર ઘર ફેરવવું પડતું. આજે કોઈ પણ મુશ્કેલી વિના છેલ્લા દોઢ વર્ષથી શાંતિથી રહુ છું.
નોંધનીય છે કે, સુરત શહેરના જહાગીરપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૯૬ જેટલા પરિવારોને ૨૦૨૨ના વર્ષ દરમિયાન ફલેટની ફાળવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!