દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે ૧૦,૮૦૦ ચો.મી. સરકારી જમીન ફાળવાઈ: મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન દાહોદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે સરકારી જમીન ફાળવવા અંગે ૧૩ અરજીઓ મળી હતી. જે પૈકીની ૧૦ અરજીઓને મંજૂર કરી આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે કુલ ૧૦,૮૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે, તેમ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભા ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
ના મંજૂર કરેલી અરજી અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે જમીન અનુકૂળ ન હોઈ તેમજ સબ સેન્ટર અન્ય સ્થળે બનાવવાનું હોવાથી આવી ૩ અરજીઓને ના મંજૂર કરવામાં આવી છે.





