વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા બારડોલીના અલ્લુગામના ગ્રામવાસીઓ

SHARE:

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા બારડોલીના અલ્લુગામના ગ્રામવાસીઓ
 
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના જિલ્લાના બારડોલી તાલુકાના અલ્લુગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના વહિવટી અધિકારીશ્રી સી.એલ.પટેલ, પાણી પુરવઠા વિભાગના આસી.એન્જી શ્રી પી.આર.બુવા, PHC વાંકાનેર મેડીકલ ઓફીસરશ્રી, પુરવઠા શાખા નાયબ મામલતદારશ્રી,ગામના સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી, ગામના તલાટી-કમ-મંત્રીશ્રી,ગામના આગેવાનો, આરોગ્યનો સ્ટાફ, મુખ્ય સેવિકાશ્રી કમળાબેન ચૌધરી, આંગણવાડી વર્કર, તેડાગર, શાળાનાં શિક્ષકો અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!