વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંગરોળ તાલુકાના બોરીયા ગામના ગ્રામવાસીઓ:
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે વિવિધ શાખાના અધિકારી, કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈ.સી.ડી.એસ.વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના,આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી દિનેશભાઈ સુરતી, અગ્રણીશ્રી સીતાબેન ચૌધરી, તાલુકા પંચાયત સભ્યશ્રી મુકેશભાઈ ગામીત, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.કાજલબેન, મેડિકલ ઓફિસર જંખના બેન, વિસ્તરણ અધિકારીશ્રી ગોવિંદભાઈ ચૌધરી, આયુર્વેદિક ડૉ.હેમાલી બેન, આઇસીડીએસના સુપર વાઈઝર યોગિતાબેન.સી.રાઠોડ,બોરીયા ગામ પંચાયતના સભ્ય મહેશભાઈ ચૌધરી,વાસ્મો વિભાગના અધિકારીશ્રી જયેન્દ્ર ભાઈ સુરતી તેમજ આંગણવાડી હેલ્પર બહેનો, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





