બારડોલી રામપુરા ગામના પાંચ માસના શ્રેયાંશ ગામિતનો આધારકાર્ડ બનતાં માતા-પિતા ખુશખુશાલ

SHARE:

‘વિકસિત ભારત સંકલ્પયાત્રા ફેઝ-૨’ સુરત જિલ્લો
 
બારડોલી રામપુરા ગામના પાંચ માસના શ્રેયાંશ ગામિતનો આધારકાર્ડ બનતાં માતા-પિતા ખુશખુશાલ
 
ગામેગામ જઈ લોકોને ત્વરિત યોજનાકીય લાભો પહોંચાડવા ડિજિટલ ઇન્ડિયાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે: લાભાર્થી શ્રેયાંશના પિતા સુનિલભાઇ ગામિત
ગામેગામ સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવાના હેતુસર સુરત સહિત રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પયાત્રાનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે. ત્યારે બારડોલીના રામપુર ગામના પાંચ માસના શ્રેયાંશ સુનિલ ગામિતને ઘર આંગણે આધારકાર્ડનો લાભ મળ્યો છે. સરકારની ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરતા લાભાર્થી શ્રેયાંશના પિતા સુનિલભાઈ ગામિત કહે છે, ગામેગામ જઈ લોકોને ત્વરિત યોજનાકીય લાભો પહોંચાડવા ડિજિટલ ઇન્ડિયાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે. રાજ્ય સરકારનો આભાર માનતા તેમણે કહ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા અનેક વંચિત ગરીબોને યોજનાકીય લાભો મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!