આજથી જિલ્લાના ચાર તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા-૨’નો પ્રારંભઃ
સુરત જિલ્લામાં તા.૭ થી ૨૭મી ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨ યોજાશે
જિલ્લાના પાંચ તાલુકાઓની ૧૪૩ ગ્રામ પંચાયતોમાં પાંચ રથ પરિભ્રમણ કરી સરકારની ૧૭ જેટલી યોજનાઓથી નાગરિકોને લાભાન્વિત કરશે
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સુરત-શહેર જિલ્લામાં વિકસિત સંકલ્પ યાત્રા યોજાશેઃ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા હેતુથી સુરત જિલ્લામાં તા.૭મી ફેબ્રુઆરીથી બીજા તબક્કાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાશે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓ તેમજ આદિજાતિ વિસ્તારોમાં યોજનાઓની માહિતી અને લાભો લાભાર્થીઓના ઘર-ઘર સુધી પહોંચાડવા માટે જિલ્લામાં આગામી તા. ૭ મી ૨૭મી ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરશે. યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જનસેવાના ઉદ્દેશ સાથે યોજાનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને અપાશે. યાત્રા દરમિયાન સુરત મનપાના ૩૦ વોર્ડ તેમજ જિલ્લાની ૧૪૩ ગ્રામ પંચાયતોમાં મહત્તમ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લઇ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે અને યોજનાકીય લાભો અપાશે. યાત્રાના સ્વાગત અને લાભાર્થીઓની સફળવાર્તા સહિતના કાર્યક્રમોના આયોજન અંગે જે તે અધિકારીઓને જણાવ્યું હતું.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રા દરમિયાન ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના,તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના આવરી લેવામાં આવી છે. ગામમાં કોઈ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તે માટેનું આયોજન કરવા જે તે અધિકારીઓને સુચના આપી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વિકસિત સંકલ્પ યાત્રા તા.૭મીના રોજ માંડવીમાં સવારે ૧૦.૦૦ વાગે અમલસાડી અને બપોરે ૨.૦૦ વાગે પુના, બારડોલી તાલુકામાં સવારે રામપુરા અને બપોરે હિડોલીયા, મહુવામાં સવારે પરોણ અને બપોરે તરસાડી અને માંગરોળ તાલુકામાં સવારે ઘોડબાર અને સેલારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાઓ યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. આ અભિયાન હેઠળ યોજનાલક્ષી હોર્ડીંગ્સ, સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ, યાત્રા દરમિયાન કાર્યક્રમના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓ સ્થાનિક કક્ષાએ યોજાશે. શહેરી વિસ્તારમાં યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રનું વિતરણ તથા મંજૂર કરેલી લોનનું ડિસ્બર્સમેન્ટ, મંજૂર કરેલા હપ્તાઓની સહાય એનાયત કરાશે. આ માટે વિવિધ યોજનાઓના ફોર્મ મેળવવા કેમ્પનું આયોજન કરી કેમ્પેઈન મોડમાં કામગીરી કરવામાં આવશે.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર નિધિ સિવાચ, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામતલદાર-તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





