કાકરાપાર મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ એમ કુલ ૪ જિલ્લાના ૧૦૩૪ ગામોમાં ૨,૬૫,૨૫૯ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો: પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ

SHARE:

કાકરાપાર મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ એમ કુલ ૪ જિલ્લાના ૧૦૩૪ ગામોમાં ૨,૬૫,૨૫૯ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો: પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ
વિધાનસભા ગૃહમાં મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ કાકરાપાર યોજનાની મુખ્ય નહેરની કયા જિલ્લાઓના કેટલા ગામોના કેટલા વિસ્તારમાં સિંચાઇનો લાભ મળે છે અને ડાબા તથા જમણા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ અને વહનશક્તિ સંદર્ભે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કાકરાપાર મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ એમ કુલ ૪ જિલ્લાના ૧૦૩૪ ગામોમાં ૨,૬૫,૨૫૯ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. કાકરાપાર યોજનામાં ડાબા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ ૬૪ કિલોમીટર અને વહનશક્તિ ૩૮૫૦ ક્યુસેક છે. જ્યારે જમણા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ ૬૪ કિલોમીટર અને વહનશક્તિ ૩૫૦૦ ક્યુસેક છે.

કાકરાપાર યોજનાની સંગ્રહશકિત ઉપરાંત જમણા કાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા અને તેમાં કરાયેલા વધારા પાછળ કેટલો ખર્ચ થયો છે જેનો લાભ કેટલા વિસ્તારોને મળે છે તે અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, કાકરાપાર યોજનાની સંગ્રહશકિત ૧૮૨૦.૦ મીલીયન ઘનફૂટ છે. કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા ૨૪૮૦ ક્યુસેક હતી. તેમાં ૧૦૨૦ ક્યુસેકનો વધારો કરાયો છે જે મુજબ હાલની વહનક્ષમતા ૩૫૦૦ ક્યુસેક છે જેમાં કુલ ૩૮૫.૭૨ કરોડનો ખર્ચ કરાયો છે. વહનક્ષમતા વધવાથી સુરત અને ભરૂચ જિલ્લાના ૮ તાલુકાના ૩૧૩ ગામોના અંદાજે ૧,૧૮,૪૬૭ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!