દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં દિવ્યાંગોને મળે છે રૂા.૫૦ હજારની સહાય
જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૭૦ લાભાર્થીઓને રૂા.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી
દિવ્યાંગોના કલ્યાણ માટે કેન્દ્ર તથા રાજય સરકાર કટિબધ્ધ છે. દિવ્યાંગોને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂા.પ૦,૦૦૦ + પ૦,૦૦૦ મળીને કુલ રૂ.૧૦૦૦૦૦ તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ.પ૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે. આ માટે જરૂરી ડોકયુમેન્ટ સાથે https://esamajkalyan.gujarat.gov.in સાથે અરજી કરવાની રહેશે. અથવા જે તે જિલ્લાની સમાજ કલ્યાણ ઓફિસ પર અરજી કરી શકાય છે. સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન લગ્ન સહાય યોજના હેઠળ ૭૦ લાભાર્થીઓને રૂા.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી છે.





