પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે કામરેજ ચાર રસ્તા સર્કલ ડેવલપમેન્ટના કાર્યનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

SHARE:

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે કામરેજ ચાર રસ્તા સર્કલ ડેવલપમેન્ટના કાર્યનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ગુજરાત સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના ફળો જન જન સુધી પહોંચાડવા માટે નિરંતર કાર્યરત છે ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે કામરેજ ચાર રસ્તા સર્કલ ડેવલપમેન્ટના કાર્યનું ખાતમુહૂર્ત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ નાગરિકોની જીવન જરૂરિયાતો પુરી કરવા માટે સમગ્ર કામરેજ વિસ્તારના સંતુલિત અને સર્વગ્રાહી વિકાસ માટેની કટિબદ્ધતા વ્યકત કરી હતી.
આ સુરતના એન્ટ્રી ગેટ એટલે કામરેજ ચાર રસ્તા ખાતે સર્કલના બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટથી ‘સ્વચ્છ સુરત સુંદર સુરત’ની ગરીમામાં ઉમેરાશે વધુ એક મોર પીછું ઉમેરાશે તેમજ ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે તેમજ પાર્કિગ વ્યવસ્થા અને સર્વિંસ રોડ પરના દબાણને હટાવવાથી નાગરિકોને સુદ્રઢ સુવિધા ઉપલબ્ધ થશે એમ મંત્રીશ્રી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે તાલુકાસંગઠન પ્રમુખ બળવંતભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીઅઘ્યક્ષ, શાસક પક્ષનેતા, કામરેજ ગામ સરપંચ, નવા ગામ સરપંચ, સંગઠન હોદેદારો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!