મહુવરિયાના ઊંચી ફળિયામાં શાળાના ઓરડા બાંધકામમાં ભ્રષ્ટાચારની રાવ

SHARE:

મહુવરિયાના ઊંચી ફળિયામાં શાળાના ઓરડા બાંધકામમાં ભ્રષ્ટાચારની રાવ

ગ્રામજનો દ્વારા સંલગ્ન તંત્રને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ,નહિતર આંદોલન ની ચીમકી

અનાવલ : મહુવા તાલુકાના મહુવરિયા ગામે પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં ગેરીરિતી આચરવામાં આવતી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરતા સંલગ્ન તંત્રને લેખિત ફરિયાદ કરી કાર્યવાહી નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં બાંધકામમાં અનેક ફરિયાદો અવારનવાર ઉઠવા પામે છે ત્યારે તાલુકાના મહુવરિયા ગામે ઊંચી ફળિયામાં માં પ્રાથમિક શાળાના ઓરડાના નિર્માણ નું કાર્ય થઈ રહ્યું છે.
મહુવારિયા ગ્રામજનો દ્વારા મામલતદારને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું કે મહુવરિયા ઊંચી ફળિયામાં ઓરડાનું કામ ચાલી રહ્યું છે જેમાં બીજા સ્લેબની કામગીરી ચાલી રહી છે.જેમાં નિમ્નકક્ષાનું મટીરીયલ વાપરી ગુણવતા જાળવવામાં આવતી નથી .આ શાળામાં નાના બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તો સર્જાય તો જવાબદાર કોણ ?
ત્યારે ગ્રામજનોની માંગણી છે કે તાત્કાલિક અસરથી આ કામગીરી અટકાવવામાં આવે અને ઉપયોગમાં લેવાયેલ મટીરીયલ ની લેબોરેટરી ચકાસણી કરવામાં આવે.હલકી કક્ષાનું બાંધકામ થયેલ દૂર કરવામાં આવે અને ઇજનેરો ની હાજરીમાં ગુણવતાવાળું બાંધકામ કરવામાં આવે.
આ રજૂઆત નહિ સાંભળવા માં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે સવાલ એ ઉદ્ભવ્યો કે મહુવા તાલુકામાં વિદ્યાના મંદિર ના બાંધકામ માં પણ કટકી અને રખેવાળો ચૂપ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!