જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા, પીવાના શુદ્ધ પાણી અને કમ્પ્યુટર સાક્ષરતાની ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સુરત જિલ્લાના કુલ નવ તાલુકાઓમાં ૮૯૭ પ્રાથમિક શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. આ સમિતિ સંચાલિત તમામ શાળાઓમાં વિજળી અને પાણીની સુવિધાઓ છે, જેમાં વધારાની સુવિધા જેવી કે શુદ્ધ પીવાના પાણી માટે સ્વજલ ધારા-સુરત કચેરી દ્વારા આર.ઓ.વોટર પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. સ્કુલ ઓફ એક્સલન્સની શાળાઓમાં ૩૮ કમ્પ્યુટર લેબ અને ૮૩ લિટરસી સેન્ટર શરૂ છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૨૬ શાળાઓમાં નવી કમ્પ્યુટર લેબ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા સ્વચ્છતા સંકુલ સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન શાળાઓમાં સ્વચ્છતાની જાળવણીના હેતુથી સરકારે વિદ્યાર્થી સંખ્યા આધારિત શાળા સ્વચ્છતાના ભાગરૂપે રૂ.૭૧,૯૪,૬૦૦/-ની કુલ સહાય ફાળવવામાં આવી છે.





