પુના શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી 

SHARE:

પુના શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા.મહુવા જિ.સુરતમા 26 મી જાન્યુઆરી દિનની ઉજવણી અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પ્રભાત ફેરી બાદ દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દિકરી ખ્યાતિ રમેશભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ખ્યાતિ કુમારીએ નામી અનામી શહીદોને યાદ કરી દેશને ઉપયોગી કાર્યો કરવા સૌને અનુરોધ કર્યો હતો તેમજ જીવનમાં પોતાની શૈક્ષણિક કારકિર્દીનો ઉલ્લેખ કરી જીવનમાં શિક્ષણનું મહત્વ જણાવી બાળકોને વધુ ને વધુ અભ્યાસ કરવા પ્રેરિત કર્યા હતા. સરપંચશ્રી રેખાબેન પટેલ અને smc અધ્યક્ષ જાગૃતિબેન પટેલના હસ્તે ખ્યાતિકુમારીને સમૃતિભેટ અને ગામના આગેવાન ભગુભાઈ પટેલ તેમજ માજી સરપંચ શ્રી સ્નેહલકુમાર પટેલના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.આ તબક્કે છેલ્લા એક વર્ષમાં જન્મેલી દિકરી અને તેના માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ વાલી સંમેલન અંતર્ગત સાંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં અભિનય ગીત,દેશભક્તિ ગીત,ડાન્સ,નાટક ,વક્તવ્ય વગેરે કૃતિઓ બાળકો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં ગામના આગેવાનો,વાલીઓ ,કર્મચારી ગણ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.શાળાના આચાર્યશ્રી શાંતિલાલ જે ચાધરીએ શાળાની પ્રવૃતિઓ,શિક્ષણ,સ્વચ્છતા તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!