માંડવી તાલુકાના દેવગઢ ખાતે વન સેતુ યાત્રાનું ઉત્સાહ ભેર ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું
તા૧૮મી પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે યાત્રા તેના બીજા દિવસે સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગઢ ગામ ખાતે પહોચી હતી. જ્યાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા ગ્રામજનો તેમજ આદિમ જૂથના ભાઈ-બહેનોને સરકારની યોજનાઓ વિશે જણાવ્યું હતું. સાથે પીએમ જન મન યોજના અંતર્ગત આદિમ જૂથ પરિવારોના વિકાસ માટે યોજના અમલમાં મુકી છે એમ તેમને જણાવ્યું હતું.





