વાંસદા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન પૂર્વે મહુવા તાલુકામાં મિટિંગ યોજાઈ.

SHARE:

વાંસદા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન પૂર્વે મહુવા તાલુકામાં મિટિંગ યોજાઈ.

મહુવા તાલુકામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વાંસદા ખાતેના આગમન પૂર્વેના આયોજન સંદર્ભે કઢૈયા ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું “વનસેતુ ચેતના યાત્રા” જે ઉમરગામ થી લઈ અંબાજી સુધી તા.18.01.2024 થી તા.22.01.2024 જનાર હોય તેનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે ગાંધી મેદાન વાંસદા થી કરવામાં આવનાર છે જે સંદર્ભમાં મહુવા તાલુકામાં મિટિંગ યોજવામાં આવી હતી આ મિટિંગમાં મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ ભાઈ,સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ,પૂર્વ જિલ્લા આરોગ્ય સમિતિ અધ્યક્ષ જીનેશભાઈ,મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હેતેશભાઈ નાયક,યુવા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ગરાસિયા તેમજ મહુવા તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!