ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તા.૧૫મીએ મહુવા તાલુકાના ઉકા તરસાડીયા યુનિ. ખાતે પીએમ જન-મન સંવાદ કાર્યક્રમ યોજાશે

SHARE:

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તા.૧૫મીએ મહુવા તાલુકાના ઉકા તરસાડીયા યુનિ. ખાતે પીએમ જન-મન સંવાદ કાર્યક્રમ યોજાશે
———-
આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાશે
——–
દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે
———
સુરતઃરવિવારઃ- કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે તા.૧૫/૦૧/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૪૫ વાગે મહુવા તાલુકાના ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ, તરસાડી ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પીએમ જન-મન સંવાદ કાર્યક્રમ યોજાશે. દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે, જેનું અહીં ઉપસ્થિત સૌ જીવંત પ્રસારણ નિહાળશે.
આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર ભારત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી જન જાતિય આદીવાસી ન્યાય મહા અભિયાન (PM- JANMAN) ની PVTG (આદિમજુથ સમુદાય) ના કલ્યાણ માટે વડાપ્રધાનશ્રી દ્વારા મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ મહાઅભિયાન માં PVTG (આદિમજુથ સમુદાય) વસ્તી ધરાવતા ગામોમાં વસતા કુટુંબોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂ.૨૪૦૦૦ હજાર કરોડના અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં PVTG (આદિમજુથ સમુદાય) ના કલ્યાણ માટે ૧૧ સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને પાકુ ઘર, રસ્તા, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વિજ જોડાણ, નળ કનેકશન, આગણવાડી, વન ધન વિકાસ કેન્દ્ર, મલ્ટી પર્પઝ સેન્ટર, સોલાર સ્ટ્રીટ લાઈટ, સ્કીલ તાલીમ કેન્દ્રો બનાવાશે. ઉપરાંત આધારકાર્ડ, ગરીબ કલ્યાણ અન્ન, પ્રધાનમંત્રી ઉજવલા, આયુષમાન કાર્ડ, કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, માતૃવંદના જેવી વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.
.
સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનમન હેઠળ આદિમજુથ સમુદાયના વિકાસ માટે ઉમરપાડાના ૩૬, માંડવીના ૨૩, મહુવાના ૨૫, બારડોલીના ૪ અને માંગરોળના ૧ ગામ મળી કુલ ૮૯ ગામોનો સમાવેશ
. . . . . . . . . . . . . . . . . .
સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનમનની PVTG (આદિમજુથ સમુદાય)ના ઉમરપાડા તાલુકામાં ૩૬ ગામો, માંડવીના ૨૩ ગામો, મહુવાના ૨૫ ગામો, બારડોલીના ૪ ગામો અને માંગરોળ તાલુકામાં ૧ ગામ મળી કુલ ૮૯ ગામોનો સમાવેશ થાય છે. તમામ તાલુકા મળી PVTG (આદિમજુથ સમુદાય) ની કુલ ૨૪૩૨ કુટુંબો મળી કુલ ૯૮૫૪ વસ્તી ધરાવે છે. દરેક ગામોમા યોજનાના પ્રચાર પ્રસાર માટે IEC કેમ્પ-૧૪૫ દરમ્યાન સેલ્ફી પોઈન્ટ-૩૭૭, વોલ પેંટીંગ-૩, હોર્ડિંગ/બેનર-૨૬૦, કાર્ડ વિતરણ-૨૬૩૧ કરી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. જે પૈકી તમામના ઘરે વિજ જોડાણ અને નળ કનેક્શન અપાયા છે.
માંડવી તાલુકાના દેવગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનાવાડા ગામોમાં બે(૨) વન ધન વિકાસ કેન્દ્ર બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. ઉપરાંત આધારકાર્ડ-૨૬૨૮, આયુષમાન ભારત કાર્ડ-૩૩૪૨, કિસાન સન્માન નિધિ યોજના-૬૩, કિસાન ક્રેડીટ કાર્ડ-૪, PM જનધન યોજના-૬૫૬, માતૃ વંદના યોજના-૧૪, રાશનકાર્ડ-૧૩૨૧, જાતિના દાખલા-૨૮૮, જંગલ જમીન પટા-૩૯, તમામ અલગ અલગ ગામોમા કરવામાં આવેલ કેમ્પો-૧૪૫ માં પ્રચાર પ્રસાર કરી ખૂટતી સુવિધાઓ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!