મહુવા તાલુકાના ડુંગરી ગામે ઝાબ ફળિયામાં રહેતા 32 વર્ષીય યુવાન ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.
મહુવા તાલુકાના ડુંગરી ગામે ઝાબ ફળિયામાં રહેતા 32 વર્ષીય યુવાન આશીષ ઉદેસિંગભાઈ ચૌધરી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે.તા-12/01/2024ને ગુરુવારના રોજ ઘરના સભ્યો સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતનુ તેમને માઠુ લાગી આવતા ડુંગરી ગામે ઝાબ ફળિયામાં આવેલ ધર્મેશભાઈના ખેતરની પાળ ઉપર આવેલ સાગના ઝાડની ડાળી સાથે નાઈલોનના બેલ્ટ બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનો કબ્જો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





