તા.૯મીએ આઈ.ટી.આઈ.-માંડવીમાં રોજગાર મેળો યોજાશે
૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. એમ.બી.એ, સ્નાતક ઉમેદવારોને રોજગારી મેળવવાની તક
મદદનીશ નિયામક રોજગાર કચેરી-સુરત, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC/ST-સુરત, નગર રોજગાર કચેરી-માંડવી, તથા આઈ.ટી.આઈ.-માંડવીના સંયુક્ત ઉપક્રમે તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે આઈ.ટી.આઈ.-માંડવી ખાતે રોજગાર મેળો યોજાશે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. એમ.બી.એ, કોઈ પણ ગ્રેજ્યુએશનની શૈક્ષણિક લાયકાત ધરાવતા નોકરીવાંચ્છું ઉમેદવારો ભાગ લઈ શકશે. આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા, પાસપોર્ટ સાઈઝ ફોટો, સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ (પાનકાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ ચુંટણી કાર્ડ- કોઈ પણ એક) લઈને ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.





