હિટ એન્ડ રનના કાયદાને કાયમી ધોરણે રદ કરવાની માંગ સાથે મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું.
મહુવા તાલુકા ડ્રાઈવર એસોસિયેશન દ્વારા હિટ એન્ડ રન ના કાયદાને કાયમી ધોરણે રદ કરવાની માંગ સાથે મહુવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તા.08.01.2024 ને સોમવાર ના રોજ બપોરે એક કલાકે મહુવા તાલુકાના ડ્રાઇવર એસોસિયેશન દ્વારા આવેદનપત્ર આપી હિટ એન્ડ રનના કેસમાં નવા કાયદા મુજબ 7 લાખનો દંડ તથા 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે તેને રદ કરવા માંગ કરાઈ છે.આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર સદર કાયદા ના કારણે ડ્રાઇવરની વ્યાખ્યામાં આવતા તમામ ડ્રાઈવરોને આ કાયદાથી ઘણી મુશ્કેલીઓ પડી શકે એમ છે.તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના ડ્રાઈવરો જ ડ્રાઈવર ની નોકરી કરતા હોય છે.અને જેમાં પણ એસ.ટી.,એસ.સી ના જાતિના ડ્રાઈવરો વધુ પ્રમાણમાં નોકરી કરતા હોય છે.7 લાખનો દંડ અને 10 વર્ષની જેલ નો કાયદો ઘણી મુશ્કેલીઓ ઉભી કરી શકે એમ હોય જેથી આ કાયદો પહેલા હતો તે રહેવા દેવામાં આવે અને નવા કાયદાને રદ કરવામાં આવે હોવાનું જણાવ્યું છે.સાથે જ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે હિટ એન્ડ રનના કાયદાને સરકાર દ્વારા હાલ પૂરતો જ સ્થગિત કરવામાં આવેલ છે જેને સ્થગિત નહીં પરંતુ કાયમી ધોરણે તાત્કાલિક રદ કરવામાં આવે જો આમ ના કરવામાં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે હોવાની ચીમકી આવેદનપત્ર આપવામાં આવી છે.આવેદનપત્ર આપવામાં સ્થાનિક આગેવાન એડવોકેટ પરિમલ પટેલ,વિપુલ ભાઈ,પ્રકાશભાઈ મહેતા પણ જોડાયા હતા.





