ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, અમદાવાદ ની ટીમ મહુવા સુગર ફેક્ટરી ની મુલાકાતે માનસિંહ પટેલના અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ.
સુરત જિલ્લા ના મહુવા તાલુકામાં તા.07.01.2024 ને રવિવારના દિવસે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ની કારોબારી સભા મહુવા સુગર ફેકટરી ખાતે મહુવા સુગર ચેરમેન માનસિંહભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં રાજ્ય લેવલે સ્કાઉટ ગાઈડ નો કેમ્પ (રાજ્ય રેલી) યોજવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સભાની શરૂઆતમાં સુરત જિલ્લા મંત્રી પ્રેમ કુમાર ગોસ્વામી એ સૌનું સ્વાગત કર્યુ હતું રાજ્ય મંત્રી વિષ્ણુ ભાઈએ એજન્ડા મુજબ કાર્યવાહી કરી હતી માનસિંહ ભાઈએ કેમ્પ યોજવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,રાજ્ય ચીફ કમિશનર સવિતાબેન પટેલે,અમદાવાદ, મહેસાણા,ખેડા, આણંદ, ભરુચ, જમિયત,સુરત શહેર, વલસાડ,ડાંગ જિલ્લાના કમિશનરો એ ચર્ચામાં ભાગ લીધો હતો સમગ્ર વ્યવસ્થા જિલ્લાના ઉપ પ્રમુખ વિપુલભાઈ પટેલે કરી હતી મીટિંગ બાદ સૌ મહેમાનોએ મહુવાસુગરમિલની મુલાકાત કરી અને ખાંડ બનવાની પ્રકિયા નિહાળી હતી ઉપસ્થિત તમામ મહેમાનોએ સુગર ફેક્ટરીની ચોખ્ખાઈ અને વ્યવસ્થા તેમજ સ્ટાફનો સહકાર જોઈ વખાણ કર્યા હતા અને આભાર માન્યો હતો.





